માણવદર તાલુકાના શેરડી ગામની સ્વચ્છતામાં વધારો થવા જઈ રહ્યો છે. વર્ષ ર૦૨૩-૨૪ના ૧૫ ટકા વિવેકાધીન (સામાન્ય) જોગાવાઈ હેઠળના અનુદાનમાંથી રૂ. ૨ લાખાના ખર્ચે શેરડી ગામમાં આંતરિક ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવશે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં આ કામને મંજૂરી આપવામાં આવી હતી. આમ, સ્વચ્છતાના આ કામથી ગ્રામજનોની સુખાકારીમાં વધારો થશે.
