Gujarat

 રેતી ભરવા જઈ રહેલી બેફામ ચાલતી ટ્રકો માટે માનવી ની કિંમત માત્ર કોડીની

બોડેલી જબુગામ હાઈવે પર મેરીઆ બ્રિજ ઉત્તરતા સ્વામિનારાયણ મંદિર પાસે  રેતી ભરવા જઇ રહેલા હાઇવા એ નિર્દોષ બાઈક ચાલક ને લીધો અડફેટે
બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં અસંખ્ય રેતીની લીજો આવેલી છે અહીંયા રેતી ભરવા આવેલા વાહનો અને રેતી ભરીને જતા વાહનો બેફામ દોડી રહ્યા છે વારંવાર નિર્દોષ માણસો આનો ભોગ બની રહ્યા છે
બોડેલી ઢોકલીયા ચોકડી પાસે ચાચક જવાના વળાંક પર મેરીયા બ્રિજ નીચે રેતી ભરવા જઈ રહેલો હાઇવા બેફામ રીતે ચલાવીને બાઈક ચાલકને અડફેટે લીધો હતો
ચાચક ગામના રહેવાસી ચીમનભાઈ નાયકા જેવો પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે રેતી ભરવા જઈ રહેલા હાઇવા એ બાઈકને અડફેટે લેતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા
 બાઈક ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા બાઇક ચાલકને બોડેલી ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વારંવાર રેતી ભરીને આવતા વાહનો અને રેતી ભરવા જતા વાહનો ને ડ્રાઇવર દ્વારા બે રોફટોક બેફામ ચલાવતા હોવાથી અકસ્માત કરતા હોય છે અને એમાં નિર્દોષ માણસો ભોગ બનતા હોય છે
ખાસ કરીને બાઈક ચાલકો આનો ભોગ બનતા હોય છે ત્યારે આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે આ બેફામ ચાલતા રેતી ભરીને આવતા વાહનો અને રેતી ભરવા જઈ રહેલા વાહનોને અંકુશમાં કરવામાં આવે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ વાહનચાલકો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230426-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *