Gujarat

 સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે અસામાજિક તત્વો દ્વારા આખલો (નંદી) પર એસિડ  નાખતા  ગૌ સેવા પ્રેમી માં રોસ 

હાર્દિક કાનાબાર પ્રાચી
આ કૃત્ય કરનાર ને કડક માં કડક સજા કરવા ગૌ સેવા પ્રેમી ની માંગ
પ્રાસલી ગામે ચાલતી ભારદ્વાજ માનવસેવા ટ્રસ્ટ ના નેજા હેઠળ ચાલતી મારુતિધામ ગૌ શાળા ખાતે નંદી ને સારવાર અર્થે  લાવવામાં આવ્યો હતો
  પ્રાચી તીર્થ
તારીખ 04/02/23 અને શનિવાર ના રોજ ગામ ના કોય અસામાજિક  તત્વોએ આખલા(નંદી) પર જીવલેણ એસિડ એટેક કરેલો
જાણવા મળતી વિગત મુજબ સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે ગત રોજ પ્રાસલી આવેલી કૃપાલુ સ્કૂલ ની બાજુમાં આવેલ તળાવ માં ગામ ના યુવાનોએ આખલા(નંદી)ને ગંભીર દર્દનાક  હાલત માં જોવા મળતા  પ્રાસલી ગામે આવેલ ભારદ્વાજ માનવસેવા ટ્રસ્ટ ના નેજા હેઠળ ચાલતી મારુતિધમ ગૌ શાળા ના પ્રમુખ શ્રી વિપુલભાઇ પરમારને યુવાનો દ્વારા ટેલિફોનિક જાણ કરતા  ગૌ શાળા ના પ્રમુખ વિપુલભાઈ તેમજ સેવા કાર્ય માં જોડાયેલા ચાર યુવાનો  દ્વારા તળાવ માંથી લઈ પ્રાસલી ગામ ના ગરબી ચોકે  લયાવી પ્રમુખ દ્વારા   સુત્રાપાડા પોલીસ ને જાણ કરતા  સુત્રાપાડા  પીએસઆઇ ગરચર  સહિત નો પોલિશ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતો યોગ્ય તપાસ કરી  વધુ સારવાર અર્થે મારૂતી ધામ ગૌશાળા શોપી ત્યાં સેવા આપતા  ડો હિરેનભાઈ પરમાર ને જાણ કરતા ડો હિરેનભાઈ પરમારે સારવાર આપી જરૂરત પડે તો જૂનાગઢ પશુ સારવાર કેન્દ્ર દ્વારા મોકલવા જણાવ્યું હતું આ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ કૃત્ય ને લઈ ગામ લોકો માં પણ ભારે રોસ જોવા મળતા ગામ લોકો દ્વારા પણ આ કૃત્ય કરનાર ને કડક માં કડક સજા કરવા માં આવે તેવી લોક માંગ ઉઠી છે
આ ઘટના ને લઈ અસામાજિક તત્વો ને પકડી પાડવા સુત્રાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે

IMG-20230205-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *