Gujarat

સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના અધ્યક્ષ સ્થાને  ધારીના પત્રકાર હસમુખભાઈ દવેની આઠમી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ધારી આજરોજ ધારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સેવાભાવી રક્તદાતા ચક્ષુદાતા પત્રકાર સ્વ હસમુખભાઈ દવે ની આઠમી પુણ્યતિથિ નિમિને કોઠારી સ્વામી દિનબંધુ મહારાજ તથા અરવિંદભાઈ દવે તથા દવે પરિવાર દ્વારા મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં રાષ્ટ્રીય સંત મુક્તાનંદ બાપુ દ્વારા સંચાલિત જય અંબે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર તેમજ ધારીના દાંતના ડોક્ટર ભગીરથભાઈ વાળા દ્વારા દર્દીઓને નિદાન તેમજ દવા આપવામાં આવી
આ તકે ધારી પ્રાંત કલેકટર મહાવદિયા  મામલતદાર લુણાગરીયા અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ, મંત્રી પંકજભાઈ મહેતા, જાવેદભાઈ પઠાણ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા તાલુકા પંચાયતના સદસ્ય અનવરભાઈ લલિયા અતુલભાઇ કાનાણી વિસામણભાઇ ઢોલા જીતુભાઈ રૂપારેલીયા ભવસુખભાઇ વાઘેલા પરેશભાઈ પટની સૂર્યકાંતભાઈ મહેતા બટુકભાઈ જોશી તથા ધારીના પીએસઆઇ ગઢવી ભાઈ હાજર રહ્યા હતા
આતો કે ધારીને ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા સરસીયા આરએફઓ જ્યોતિબેન વાજા  ખાંભા આરએફઓ રાજલ પાઠક હડાળા આરએફઓ ચાવડા સાહેબ પાણીયા આરએફઓ સીડા સાહેબ દલખાણીયા આરએફઓ મનીષભાઈ વડોદરા તેમજ ફોરેસ્ટર ઝાલાભાઇ પરમાર ભાઈ રાઠોડ ભાઈ અલગરીયા ભાઈ સહિતના સ્ટાફ ઉપસ્થિત રહેલ જેમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કેમ્પમાં હાજર વ્યક્તિઓને ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવેલ
આ કેમ્પ ને સફળ બનાવવા સ્વામિનારાયણ મંદિરના સંતો સ્વયંસેવકો તેમજ હરિભક્તોએ તનતોડ મહેનત કરેલ

IMG-20230321-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *