જીતુ ઉપાધ્યાય (હિંમતનગર)
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર માં આવેલ જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ ખાતે પીડીયાટ્રીક ડાયાલિસિસ બેડની સુવિધા નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના દર્દીઓ માટે ખુશીજાેવા મળી રહે છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા મળતા દર્દીઓને પણ હવે અમદાવાદ જવું નહીં પડે આ અંગે વધુ જાણકારી મળે છે કે હિંમતનગર ખાતે આવેલી જીએમઇઆરએસ મેડિકલ હોસ્પિટલ માં સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના પણ દર્દીઓ સારવાર માટે આવે છે અને લોકો માટે આશીર્વાદરૂપ બને છે પહેલા આ સુવિધા ન હોવાના કારણે દર્દીઓને અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવું પડતું હતું. પરંતુ હવે નાના બાળકોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે રાજસ્થાનની છ વર્ષની દર્દી ખુશી પંકજ ડોડીયાને પણ અમદાવાદ હોસ્પિટલમાંથી હવે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવે છે આ અંગે ખુશીના પિતા પંકજભાઈ એ જણાવ્યું હતું કે તેમની બાળકીને બંને કિડની ફેલ હોવાથી ડાયાલિસિસ માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર હતા આ સુવિધા ના કારણે સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના દર્દીઓને ખૂબ જ રાહત મળી છે સાબરકાંઠા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં અધ્યતન સાધનો પણ છે અને ડોક્ટરો તથા સ્ટાફ પણ સારો છે.
