જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની સપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહની ઉજવણી દરમિયાન જૂનાગઢ જિલ્લાની કુલ ૨૨૪ કિશોરીને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલુકાકક્ષાએ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત કિશોરીઓને ગુડટચ-બેડટચ, જાતીય સતામણી અંગે જાણકારી આપી હતી. તેમજ જો કોઇ અનિચ્છનીય બનાવ બનેતો શું કરવું ? તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને અંગત સ્વચ્છતા અંગે માહિતી આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૪મી જાન્યુઆરીએ દિકરી દિવસ નિમિતે જન્મેલ દિકરીઓને દિકરી વધામણા કીટ અને વ્હાલી દિકરી યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દિકરીના જન્મને વધાવવા માટે સમાજમાં જાગૃતિ અર્થે શપથ લેવડાવવામાં આવ્યા હતા.


