*કિશોરીઓના શારીરિક ઘડતર માટે ઉપયોગી પોષક તત્વો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી*
આઇ.સી.ડી.એસ. દાંતા દ્વારા અંબાજીમાં પૂર્ણા દિવસ અને પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. કિશોરીઓના શારીરિક ઘડતર માટે ઉપયોગી પોષક તત્વો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને પૂર્ણા શક્તિના THR ના ઉપયોગ માટે વિવિધ વાનગીઓની રીત બાબત સમજણ આપવામાં આવી. સમગ્ર યોજના ની માહિતી બાબત કિશોરીઓ માટે ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું અને વિજેતા કિશોરીઓની પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ.
પોષણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પોષણ સુખાકારી માટે શ્રી ધાન્ય (મિલેટ) નો પ્રચાર પ્રસાર અને લોકપ્રિયતા વધારવા માટે કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં જુદા જુદા મિલેટ માંથી આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વાનગી બનાવી નિદર્શન કરવામાં આવેલ. સારું આરોગ્ય જાળવવા માટે ખોરાકમાં શ્રી ધાન્ય એટલે કે મિલેટ ના ઉપયોગ અંગે અને માતા અને બાળકના સારા સ્વાસ્થ્ય માટે પોષણની સારી ટેવો બાબત મુખ્ય સેવિકા દ્વારા જણાવવામાં આવેલ. જન સમુદાયમાં પોષણ પખવાડિયા બાબતે જાગૃતિ લાવવા પોષણ સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી અને પોષણ શપથ લેવડાવવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું આયોજન બાળ વિકાસ યોજના અધિકારી દાંતા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. મુખ્ય સેવિકા સેબલ પાણી -૧,NNM બ્લોક કોર્ડીનેટર, પાપા પગલી ઇન્સ્ટ્રક્ટર અને અંબાજીની આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહેલ.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


