Gujarat

અમદાવાદમાં મિત્રએ યુવતી પર હુમલો કરી ઈજાઓ પહોચી, ઈજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ કરી

અમદાવાદ
શહેરમાં રહેતી એક પરિણીતા તેના ઘરે પતિ સાથે હાજર હતી. આ દરમિયાન તેની કોલેજમાં અગાઉ ભણતો મિત્ર કે જેણે જે તે સમયે યુવતીને પ્રપોઝ કર્યું હતું તે આવી ગયો હતો. આ દરમિયાન ચા બનાવવા માટે યુવતીનો પતિ દૂધ લેવા જતા આ યુવક યુવતી સાથે બેડરૂમમાં ઘૂસી ગયો અને ત્યાં યુવતી પર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હત્યાની કોશિષ કરી હતી. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના ચાંદખેડામાં રહેતી ૨૪ વર્ષીય યુવતી હાલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ યુવતી હાલ તેના પતિ સાથે રહે છે અને ગાંધીનગર ખાતે એક કંપનીમાં પ્રોસેસ એસોસિએટેડ તરીકે નોકરી કરે છે. યુવતીએ વર્ષ ૨૦૨૨માં તેના હાલના પતિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની સાથે જ રહે છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન આ યુવતી એક કોલેજમાં ભણતી હતી તે વખતે તેની સાથે એક યુવક પણ અભ્યાસ કરતો હતો. તે યુવકે આ યુવતીને જે તે વખતે પ્રપોઝ કર્યું હતું જાેકે, આ યુવતીએ ઇનકાર કરી દીધો હતો. કોલેજ પૂર્ણ થયા બાદ આ યુવતીને તે યુવક સાથે કોઇ સંપર્ક રહ્યો નહોતો. મંગળવારે આ યુવતી તેના પતિ સાથે ઘરે હાજર હતી. ત્યારે કોલેજમાં ભણતો સર્વેશ તેના ઘરે આવ્યો હતો. અચાનક ઘરે આવેલા સર્વેશને યુવતીએ એડ્રેસ કોણે આપ્યું અને અચાનક કેમ આવવાનું થયું તેમ પૂછતા તેણે કોલેજમાં ભણતી અન્ય એક મિત્ર સાથે તેને વાત થતી હતી અને તેણે એડ્રેસ આપ્યું હોવાનું જણાવ્યું હતું. તે તમામ મિત્રો પણ તને સરપ્રાઇઝ આપવા અહીં તારા ઘરે આવે છે તેવું આ સર્વેશે યુવતીને જણાવતા તેણે તેને ઘરમાં બોલાવી બેસાડ્યો હતો. યુવતીનો પતિ અને સર્વેશ બંને વાતચીત કરતા હતા. આ દરમિયાન યુવતીના પતિએ ચા મૂકવાનું કહેતા તે રસોડામાં ગઇ પણ દૂધ ન હોવાથી તેનો પતિ દૂધ લેવા ગયો હતો. ત્યારે કામ અર્થે યુવતી બેડરૂમમાં જતા આ સર્વેશ યુવતી પાછળ બેડરૂમમાં ગયો અને જાનથી મારી નાખવાના ઇરાદે યુવતીના ગળા પર છરી મૂકી તેને ઘા મારી દીધો હતો. બીજાે ઘા ના મારે તે માટે યુવતી તેને રોકવા જતા સર્વેશે યુવતીને પીઠ પર બે ચપ્પાના ઘા મારી દીધા હતા. યુવતીએ બુમાબુમ કરતા સર્વેશે તેને ઘુંટણના ભાગે પણ ઇજાઓ કરી હતી. યુવતીએ બુમાબુમ કરતા આ સર્વેશ ત્યાંથી ભાગી ગયો હતો. તેવામાં જ યુવતીનો પતિ આવી જતા ભોંય પર પડેલી પત્નીને જાેઇને સ્થાનિક કોઇ વ્યક્તિની ગાડીમાં યુવતીને હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં બીજીતરફ પોલીસને જાણ કરાતા ચાંદખેડા પોલીસે આ મામલે સર્વેશ રાવલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *