પેસેન્જરોને મુકીને પરત ઘરે જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની..
ઊનાના સીલોજ ગામે રહેતા યુવાન પોતાની છકડો રીક્ષામાં પેસેન્જરોને મુકી પરત પોતાના ઘરે આવતા હતા. ત્યારે સીલોજ નજીક
અચાનક રીક્ષાનું સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા પલ્ટી ગયેલ જેમાં રીક્ષા ચાલકને ગળા ભાગે ગંભીર ઇજા પહોચતા તાત્કાલીક ખાનગી
હોસ્પીટલે ખસેડવામાં આવેલ જ્યા તેમની સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સીલોજ ગામે રહેતા રાજુભાઇ ભુરાભાઇ બાંભણીયા ઉ.વ.૩૫ તેવો પોતાની રીક્ષા ચલાવી
પરીવારનું ગુજરાન ચલાવતા હોય અને બપોરના સમયે છકડો રીક્ષામાં પેસેન્જરોને મુકીને પરત કેસરીયાથી સીલોજ ગામ પોતાના ઘરે
એકલા ખાલી રીક્ષા ચલાવી આવતા હતા. ત્યારે સીલોજ ગામ નજીક અચાનક છકડો રીક્ષાનું સ્ટેરીંગનો કાબુ ગુમાવતા દેતા રીક્ષા
પલ્ટી ખાઇ જતાં હાઇવે રસ્તાની વચ્ચે આવેલ ડીવાઇડરના પથ્થરમાં પટકાતા રાજુભાઇને ગળાના ભાગે ગંભીર ઇજા પહોચતા
લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. અને આ અકસ્માત સર્જાતા રસ્તા પર પસાર થતા વાહન ચાલકોએ ઇજાગ્રસ્તને તાત્કાલીક
સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતદેહને પીએમ માટે
સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. આ બનાવની જાણ મૃતકના પરીવારજનો, ગામના સરપંચ, આગેવાનોને થતા તાત્કાલીક
હોસ્પીટલે દોડી ગયેલ હતા. આ અકસ્માતની ઘટનામાં મૃતક યુવાનના ચાર દિકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારનોમાં
ભારે શોક પ્રસરી ગયેલ હતો.
