ઊનામાં એસ ટી બસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી પાર્કીગનો કોન્ટ્રાક્ટ યુસુફભાઇ ઇસ્માઇ દલના નામે હતો. પરંતુ આ કોન્ટ્રક્ટ દ્રારા
પાર્કિગ કોન્ટ્રક્ટના ટેન્ડરની શરતભંગ કરેલ હોય તેમને નોટીસ પાઠવામાં આવેલ ત્યાર બાદ અમરેલી એસ ટી નિયામક દ્રારા કોન્ટ્રાક્ટ
રદ કરી આપવામાં આવતા હવે મુસાફરો એ પોતાના વાહનો પાર્કિગનો ચાર્જ આપવાનો રહેશે નહીં. આમ છેલ્લા ઘણા સમયથી
એસટીમાં પાર્કીગનો ચાર્જ વસુલવાથી લોકોમાં પણ નારાજગી હતી. હવે મુસાફરો એસ ટસ ડેપોમાં પોતાના વાહનો પાર્ક કરતી વખતે
કોઇને અડચણરૂપ ન થાઇ તે રીતે પાર્કીગ કરવાના રહશે. તેમજ હવે મુસાફરો પોતાની જવાબદારી એ વાહન પાર્ક કરવાના રહેશે તેવું
ડેપો મેનેજર આશિષ રાજકોટીયાએ જણાવેલ હતું.


