છોટાઉદેપુર તાલુકાના એકલબારા ખાતે વીજળી પડતા ખેતરમાં કામ કરતી યુવતી મૂરખીબેન મોહનભાઈ રાઠવા નું મોત નીપજ્યું હતું , મુતક મુરખીબેન મોહનભાઈ રાઠવા ખેતરમાં કામ કરી રહી હતી અને વરસાદ પડતા ખેતર પાસે આંબાના ઝાડ નીચે ઉભી રહી હતી,અને એકાએક વીજળી પડતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બનાવ બનવાને લઈને મૂર્તકના પરિવારજનોને સરકાર દ્વારા રૂપિયા ચાર લાખના ચેક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે એકલબારા ખાતે આપવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ , તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


