અતિથી ને આવકાર અને વિશેષ આતિથ્ય સત્કાર એ સૌરાષ્ટ્ર ની ખાસ આગવી ઓળખાણ છે. કુંકાવાવ તાલુકા નાં વાવડી રોડ આશ્રમ પર આવ્યા જર્મન થી વિદેશી અતિથી.
કુંકાવાવ તાલુકા નાં વાવડી રોડ પાસે આવેલ આશ્રમ ની વિદેશી દંપતી એ લીધી મુલાકાત લીધેલ હતી. જ્યાં બે દિવસની ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ મહેમાન ગતી પણ કરેલ હતી.ભારત દર્શન માટે આવેલ આ વિદેશી દંપતી પોતાની ગાડી લઈ વાવડી રોડ પર થીં પસાર થતાં હતાં ત્યારે વાવડી રોડ આશ્રમ ખાતે રાત્રી રોકાણ કરેલ હતુ,
આ બાબતે આશ્રમ ના મુખ્ય સંચાલક જયંતિભાઈ ને જાણ થતાં વિદેશી જર્મન થી આવેલ અતિથી મહેમાનો ને આશ્રમ ખાતે રોકાણ ની સુંદર સુવિધા કરી આપી હતી તેમજ ગામ ના જાગ્રુત સરપંચ નરેન્દ્ર ભાઇ ઠુંમર તાલાળી ગામ ના સરપંચ દિલીપભાઈ દુધાતે મહેમાનો ની મુલાકાત કરેલ હતી, તેમજ વાવડી રોડ સ્કુલ ના પ્રિન્સીપાલ ભાવના બહેન ગજેરા,મીરલ બહેન બાબરીયા એ પણ પોતાની સ્કૂલ બાળકો ને જર્મની મહેમાનો સાથે મુલાકાત કરાવી હતી સૌરાષ્ટ્ર દર્શને આવેલ આ મહેમાનો એ સારી સુવિધા તેમજ ગામ ના નિરાળા પ્રેમ બદલ ગ્રામજનો તેમજ નાનાં બાળકો સહિત સહુ નો આભાર વ્યક્ત કરેલ હતો.
*રીપોર્ટ:કિર્તિભાઇ જોષી, કુંકાવાવ*


