Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનુ કોચવડ ગામે પટેલ ફળિયામાં આવેલા હેડ પમ્પ અને બોર મોટર ના જળ સ્તર નીચે જતા રહેતા ગ્રામ જનોને પીવાના પાણીની તંગી ઉભી થતા ખેડૂતોના ખેતરમાં આવેલા બોર માં પાણી લાવવા મજબૂર બન્યા છે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાતો કરતી સરકાર ઉનાળાની શરૂઆત માજ પાણીની તંગી   

કવાંટ તાલુકાના કોચવડ ગામ બેડીયા ગ્રામ પંચાયત માં આવેલું છે ગામ ની વચ્ચેથી નદી પસાર થાય છે અને કોચવડ ગામે પટેલ ફળિયામાં આવેલા વિસ્તારમાં હેડ પમ્પ ના તેમજ બોરના જળ સ્તર નીચે જતા રહેતા થોડી જ વાર હેડ પમ્પમાં પાણી આવે છે નલ સે જલ ની યોજના નિષ્ફળ ગઈ છે નદી પણ સૂકી ભટ્ટ બની છે માટે જીવન જરૂરિયાત માટે તેમજ પશુઓને પીવડાવવા માટે પાણી ની તંગી પડે છે જેના કારણે ખેતરોમાં આવેલા બોર માંથી ચાલીને પાણી ભરવા જવું પડે છે જયારે પાણી માટે ઉનાળાની શરૂઆત થીજ પાણીની તંગી ઉભી થતા ચોમાસુ આવતા સુધી પાણીની તંગી રહશે હાલ નદીમાં ગ્રામજનો જાતે કુવો ખોદવા માટે મહેનત કરી રહ્યા છે સાથે આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે તે માટે આદિવાસી સમાજના લોકો માગ કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230319-141157.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *