Gujarat

જિલ્લા પંચાયત સુરત આયોજીત સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓલપાડ તાલુકાની ટીમ ચેમ્પિયન                 

 જિલ્લા પંચાયત સંલગ્ન વિવિધ શાખાઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓ માટે સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા પંચાયત, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. લીગ મેચો બાદ ફાઇનલ મુકાબલો પલસાણા તાલુકાનાં એના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાત્રિ પ્રકાશમાં ઓલપાડ અને કામરેજ તાલુકા વચ્ચે યોજાયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં કામરેજ તાલુકાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 90 રન કર્યા હતાં. આ લક્ષ્યાંકને ઓલપાડ તાલુકાની ટીમે 13 ઓવરમાં 6 વિકેટ ગુમાવી ચેઝ કર્યો હતો. આમ ઓલપાડ તાલુકાની ટીમ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટનાં અંતે કામરેજ તાલુકાની SRP વાવ પ્રાથમિક શાળાનાં શિક્ષક ગોવિંદ પટેલ ‘બેસ્ટ બેટસમેન’ તરીકે અને ઓરણા પ્રાથમિક શાળાનાં શિક્ષક દિવ્યેશ પટેલ ‘બેસ્ટ ફિલ્ડર’ તરીકે જાહેર થયા હતાં. જ્યારે ઓલપાડનાં કરંજ PHC નાં ભાવેશ પટેલ ‘બેસ્ટ બોલર’ ઉપરાંત ‘મેન ઓફ ધી મેચ’ ઘોષિત થયા હતાં.

IMG-20230422-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *