Gujarat

ઠાસરા ખાતે સામુદાયિક આગેવાનોની તાલીમ યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 24મી જાન્યુ. ના રોજ ઠાસરા ખાતે એક દિવસીય સામુદાયિક આગેવાન તાલીમ યોજાઈ હતી જેમાં ઠાસરા તથા ગળતેશ્વર તાલુકાના કોમ્યુનિટી લીડરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તાલીમની શરૂઆત આશાદીપના નિયામક જ્હોન કેનેડીના પ્રારંભિક પ્રવચનથી થઈ હતી જેમાં તેમણે સામુદાયિક સમસ્યાઓના સમાધાન માટે ઉપસ્થિત આગેવાનોને હાંકલ કરી હતી. ત્યારબાદ તાલીમનો દોરી સંચાર સંસ્થાના મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયનને સોંપાયો હતો. સવારના 11 થી બપોરના 3:00 વાગ્યા સુધી કાર્યરત રહેલ આ તાલીમમાં રમતો, દ્રષ્ટાંતો તથા ગ્રૂપ પ્રવૃત્તિઓ દ્વારા આગેવાનીને સ્પર્શતા કોમ્યુનિકેશન, વિશ્લેષણ, રણનીતિ, લોકભાગીદારી, લોકપરવી જેવા મુદ્દાઓને રસપ્રદ ભાષા શૈલીમાં રજૂ કરવામાં આવ્યા  હતા. કાર્યક્રમના અંતે આશાદીપ દ્વારા ઉપસ્થિત તમામ આગેવાનોનો આભાર માની સમાજ સેવાર્થે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું હતું.

IMG-20230124-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *