નડિયાદ
મહેમદાવાદ પાસેના દેવકીવણસોલ ગામે ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. સામેથી આવતા કોઈ વાહનના લાઈટથી અંજાઈ ગયેલા રીક્ષા ચાલકે રીક્ષાને ડીવાઈડર સાથે અથડાવી હતી. જેથી રીક્ષા પલ્ટી ખાઈ જતાં એકનું મૃત્યુ થયું છે. આ બનાવ મામલે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.


