Gujarat

” બાલદેવો ભવ ” સૂત્રની યથાર્થતા સિધ્ધ કરવા શ્રીજામદુધઈ તાલુકા શાળા દ્વારા 2 દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ…………

બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમજ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રીજામદુધઈ તાલુકા શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દાતાશ્રીઓ અને ગામલોકોના સહકારથી જૂનાગઢના 2 દિવસીય નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સરકારશ્રીની પૂર્વ મંજૂરી મેળવીને  તા.18/03/2023 ને શનિવારના રોજ બપોરે 12 વાગ્યે 42 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકશ્રીઓ સાથે પ્રવાસનો પ્રારંભ થયો હતો. તમામ વિદ્યાર્થીઓ 4 વાગ્યા આસપાસ ખોડલધામ કાગવડ મુકામે ખોડિયાર માતાજીના દર્શનાર્થે પહોંચ્યા અને અત્યંત રમણીય એવા શક્તિવનની પણ મુલાકાત લીધી હતી. ત્યાંથી પ્રવાસ 5 વાગ્યે જૂનાગઢ પહોંચ્યો અને ઐતિહાસિક સ્થળ એવા આશોકના શિલાલેખની મુલાકાત લીધેલ. ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મહેતાના પ્રિય સ્થળ દામોદર કુંડના દર્શન અને એમના ઈતિહાસથી તમામ વિદ્યાર્થીઓ વાકેફ થયા. ભવનાથ તળેટી અને ભવનાથ મહાદેવના દર્શન કરી નજીકમાં જ આવેલ આંબા ભગતની જગ્યામાં રાત્રિ ભોજન અને રાત્રિ રોકાણ કરેલ. તા.19/03/2023 રવિવારની વહેલી સવારે ત્યાંથી ચા-નાસ્તો કરીને, તમામ વિદ્યાર્થીઓ ગીરનાર પર બિરાજમાન મા અંબાના દર્શન માટે રોપ-વે દ્વારા પ્રયાણ કર્યું. આધુનિક રોપવેની મુસાફરીથી બાળકોનો આનંદ અને ઉલ્લાસ બેવડાયો, મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યાંથી નજીકમાં જ જંગલમાં આવેલ પ્રસિદ્ધ સ્થળ એવા કાશ્મીરી બાપુના આશ્રમના પણ પેદલ યાત્રા કરી દર્શન કર્યા. સંતશ્રી આંબા ભગતની જગ્યાએથી બપોરનું ભોજન કરી ગુજરાતના પ્રસિદ્ધ એવા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટે રવાના થયા. જ્યાં વિવિધ પ્રાણી અને પક્ષીઓને પ્રત્યક્ષ નિહાળી એમના વિશે વિસ્તૃત માહિતી પણ પ્રાપ્ત કરી હતી. પ્રાણી સંગ્રહાલયની અંદર જ આવેલ ” જંગલ સફારી ” વિભાગમાં બસમાં બેસી વિવિધ વન્ય પ્રાણીઓને એમના પ્રાકૃતિક નિવાસમાં જ નિહાળીને વિદ્યાર્થીઓ ખૂબ પ્રસન્ન થયા. ત્યાંથી સાંજે 4 વાગ્યે આ પ્રવાસ જૂનાગઢના આ ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળોની મુલાકાતની યાદોને વાગોળતા વાગોળતા રાતે 8 વાગ્યે શ્રીજામદુધઈ મુકામે પહોંચી ગયા. વિદ્યાર્થીઓના ચહેરા પર થાકને બદલે આ 2 દિવસીય પ્રવાસની સફળતા અને પ્રસન્નતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓની સંભાળ અને  માર્ગદર્શન પૂરુ પાડવા માટે ઈન્ચાર્જ આચાર્યશ્રી હર્ષદભાઈ કુબાવત, ગણિત વિજ્ઞાન શિક્ષકશ્રી અમિતભાઈ ભાટિયા, સામાજિક વિજ્ઞાનના શિક્ષિકાબેનશ્રી અપેક્ષાબેન લિખિયા પણ જોડાયા હતા……..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………..

IMG-20230320-WA0158.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *