બોક્સ
વર્ષ દરમ્યાન સારી કામગીરી કરેલ આશા બહેનો ને પુરષ્કાર આપી સન્માન કરવામાં આવ્યા
તારીખ 20-03-2023 ના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર તથા તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી દ્વારા આયોજિત આશા સંમેલન કાર્યક્રમ તથા તમામ આશા બહેનો અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ સ્ટાફ ની એક નવીન પહેલ કરી હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું હતું અને સાથે પદાધિકારીઓ જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા તથા બોડેલી તાલુકા પંચાયત સદસ્ય હિતેશભાઈ કોળી અને જિલ્લા પંચાયત છોટાઉદેપર અધિકારી સી.ડી.એચ.ઓ ડૉ. સી બી ચોબિસા આર.સી.એચ.ઓ ડૉ એમ. ટી છારી ક્યુ.એ.એમ.ઓ ડૉ ભરત મેવાડા મનુસ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ માંથી એન. ચંદ્રશેખર સુમનદીપ વિદ્યાપીઠ માંથી તજજ્ઞ ડોકટર ટીમ તથા બોડેલી તાલુકા ના તમામ આરોગ્ય સ્ટાફ ની હાજરી માં આશા સંમેલનો સફળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશા બહેનો જે ઘરે ઘરે જય ને કામગીરી કરે છે તેઓ એનો સારી કામગીરી તેમજ તેમને પડતી તકલીફો દૂર કરવા સી.ડી.એચ.ઓ સાહેબે પર
પ્રસંશા કરી હતી અને જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા તમામ બહેનો એ કોરાના કપરાકાળ કરેલ કામગીરી અને રોજ બરોજ ની થતી કામગીરી ની પ્રશંસા કરી હતી તેમજ વર્ષ દરમ્યાન સારી કામગીરી કરેલ આશા બહેનો ને પુરષ્કાર આપી સન્માન કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબરે નાયકા આશાબેન એસ નવા ટીબરવા દ્વિતીય નંબર ઠાકોર મનુબેન વી લઢોડ તૃતીય નંબરે પરમાર સુરેખાબેન ગૌરાંગભાઈ ને જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત છોટાઉદેપુર ના અધિકારીશ્રી ઓ ના હસ્તે પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતે ટી.એચ.ઓ બોડેલી ડૉ. જીગ્નેશ પટેલ દ્વારા આભાર વિધિ કરી તેમામ પદાધિકારી, અધિકારીશ્રી, તમામ પ્રા.આ.કેન્દ્ર ના તમામ આરોગ્ય સ્ટાફ આશા ફે. બહેનો અને આશા બહેનો નો આભાર માન્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


