Gujarat

માણાવદરમાં દર્શન હોસ્પિટલ દ્વારા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પનો 850 દર્દીઓએ લાભ લીધો

માણાવદરના પોસ વિસ્તાર એવા દિવાનપરા મેઇન રોડ પર આવેલી નવનિર્મિત દર્શન હોસ્પિટલને અત્રેના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને વૈષ્ણવ સંપ્રદાયના બાવાશ્રી પરાગબાવાશ્રીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી અને શુભકાર્યનો શુભારંભ સર્વરોગ નિદાન સારવાર કેમ્પના આયોજન સાથે કરવામાં આવ્યો હતો. જેમાં બાર જેટલા વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરોએ મફત સેવા આપી હતી જુદા જુદા રોગોના 850 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો

આ કેમ્પમાં આંખની નંબરની તપાસ દર્શન ચશ્મા દ્વારા વિનામૂલ્ય કરવામાં આવી હતી અને દરેકને વિનામૂલ્યે ચશ્માની ફ્રેમ આપવામાં આવી હતી સર્વરોગ કેમ્પનું સુંદર આયોજન કરવા બદલ ઉમિયા મહિલા મંડળ દ્વારા બીપીનભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીંની સેવાભાવી સંસ્થા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વેપારીઓએ પણ બીપીનભાઈની નિસ્વાર્થ સેવાને બિરદાવી ઉમદા કાર્ય બદલ તેમને નવાજયા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે બીપીનભાઈ પટેલ, પી.સી કોરડીયા, હસમુખભાઈ વાછાણી તેમજ દર્શન ચશ્માની ટીમે ભારે જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો
તસવીર – જયદીપ બરવાડીયા
રિપોર્ટર- જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230206_121948.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *