Gujarat

રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલમાં સાવરકુંડલાની એસ. વી. દોશી  ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકે કૃતિ રજૂ કરી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર દ્વારા આયોજીત ગુજરાત રાજ્ય કક્ષાનો ૮ મો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ તારીખ -૨૬, ૨૭, ૨૮ ફેબ્રુઆરી – ૨૦૨૩ ઈડર મૂકામે યોજાયેલ. આ એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલમાં સાવરકુંડલા એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલના  ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી આશિષભાઈ મણીલાલ જોષી દ્વારા પેડાગોજી વિભાગમાં “મેજીક સ્પર્શ” વિષય અંતર્ગત પોતાનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી ૧૬૭ જેટલી કૃતિઓ આ એજ્યુકેશનલ ઈનોવેશન ફેરમાં રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી આશિષભાઈ મણીલાલ જોષીએ શાળાનું નામ રોશન કરતા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

IMG-20230318-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *