ચંન્દ્રેશભાઈ સોની દ્વારા કેમ્પનું આયોજન કરાયુ,અખંડ આનંદ ગૃપના સભ્યોએ સન્માન કર્યુ
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સોની સમાજના યુવા આગેવાન ચંન્દ્રેશભાઈ પાટડીયા એ પોતાના ઘરના વાસ્તુ પૂજન દરમ્યાન રક્તદાન કેમ્પ કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.ચંન્દ્રેશભાઈ પાટડીયા એ ભાવનગરની બાંભણીયા બ્લડ બેન્ક ને બોલાવી વૃંદાવન સોસાયટી માં પોતાના નિવાસ સ્થાને રક્તદાન કેમ્પ કરેલ જેમાં 39 રક્તની બોટલ એકત્ર થઈ હતી.દરેક સમાજના લોકોએ રક્તદાન કર્યુ હતુ.જ્યારે આ સરાહનીય કાર્ય બદલ અખંડ આનંદ ગૃપના સભ્યોએ ચંન્દ્રેશભાઈ પાટડીયા નું સન્માન કર્યુ હતુ…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


