બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં F.R.S. ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને પક્ષી ને પાણી માટે કુંડા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમા મોટી સંખ્યા માં રાણપુર તેમજ આજુ બાજુના ગામડા ના લોકો એ લાભ લીધો.F.R.S. ફાઉન્ડેશન રાણપુરમાં છેલ્લા 3 વર્ષ થી ચકલીઘર અને પાણીના કુંડા નું વિતરણ વિનામુલ્યે કરે છે.અને પક્ષીપ્રેમી જનતામા અનેરો ઉત્સાહ જોવા મળે છે.આ કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડેશન ના સભ્યો ઈમરાન ભાડુલા, અનોપસિંહ પરમાર, સાહિલભાઈ સિદાતર,ઉવેશ ખલાણી(કાકા) ઈમરાભાઈ ગાંજા, આફતાબભાઈ માંકડ તથા નજીરભાઈ કોઠારીયા એ ભારે જહેમત ઉઠાવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


