Gujarat

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિજ્ઞાન ઉત્સવની જેમ ઉજવાયો

ઇસરોના વિજ્ઞાનીઓના વ્યાખ્યાન + પ્રયોગમેળો + પ્રયોગ સ્પર્ધામાં 75 શાળાનાં 500 બાળકો સામેલ
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી અન્વયે જિલ્લાકક્ષાની પ્રયોગ સ્પર્ધા, બાળ વિજ્ઞાનીઓનો પ્રયોગ મેળો તેમજ વિજ્ઞાનીઓના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત ઉદઘાટનવિધિ દ્વારા કરવામાં આવેલ. જેમાં ઇસરોના વિજ્ઞાની શ્રી સતિશ રાવ, શ્રી દિપકભાઇ પંડ્યા, શ્રી યોગેશભાઈ દેથોલીયા, સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયા તેમજ ડી.કે.વી. સાયન્સ કૉલેજના પ્રોફેસર ડૉ.અંકુરભાઈ કણસાગરા અને ડૉ.જિજ્ઞેશભાઈ પંડ્યા હાજર રહેલ. વિજ્ઞાનીઓની વેશભૂષામાં આવેલ બાળવિજ્ઞાનીઓ દ્વારા તમામ મહેમાનોનું સેટેલાઈટ મોડેલ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ વિજ્ઞાનીઓના હસ્તે પ્રયોગ મેળો ખુલ્લો મૂકવામાં આવેલ. જેમાં “ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષ”ના બાળકો દ્વારા ગણિત-વિજ્ઞાનના 250 જેટલા પ્રયોગો રજૂ થયેલ. ઉપરાંત જામનગરની વિવિધ શાળાઓ દ્વારા જિલ્લાકક્ષાની પ્રયોગ સ્પર્ધામાં 55 જેટલા પ્રયોગો રજૂ કરવામાં આવેલ. જેમાં ડી. કે. વી. સાયન્સ કૉલેજ-જામનગરના પ્રોફેસર ડૉ.અંકુરભાઈ કણસાગરા અને ડૉ.જિજ્ઞેશભાઈ પંડ્યાએ નિર્ણાયક તરીકેની મહત્વની ભૂમિકા પૂરી પાડેલ. તમામ બાળકોના પ્રયોગોને વિજ્ઞાનીઓએ પ્રત્યક્ષ નિહાળ્યા અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ. ત્યારબાદ ઇસરોના નિવૃત વિજ્ઞાની સતિશ રાવ, નિવૃત એંજિનિયર દીપકભાઇ પંડ્યા અને નિવૃત એંજિનિયર યોગેશભાઈ દેથોલીયા દ્વારા “પૃથ્વીની હિલચાલ અને તેની વાતાવરણ પરની અસરો” વિશેની સંપૂર્ણ માહિતી પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જામનગર જિલ્લાના તમામ ખગોળરસીકોને પુરી પાડવામા આવેલ. બાળકોને ઉદભાવતા પ્રશ્નોના નિરાકરણ માટે “સવાલ તમારા જવાબ અમારા” સેશનમા તમામ પ્રશ્નોના જવાબ ખૂબ જ રસપ્રદ રીતે વિજ્ઞાનીઓ દ્વારા આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં જામનગર જીલ્લાની 75 જેટલી શાળાઓ તેમજ બહોળી સંખ્યામાં વિજ્ઞાનપ્રેમીઓ સામેલ થયેલ.  કાર્યક્રમને અંતે “ચાઇલ્ડ સાયન્ટિસ્ટ કોર્ષ”ના તમામ બાળકોને “વિજ્ઞાન રત્ન એવોર્ડ” તેમજ જિલ્લા કક્ષાની પ્રયોગ સ્પર્ધાના તમામ વિજેતાઓને પારિતોષિક તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાનકેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યા દ્વારા કરવામાં આવેલ. વિજ્ઞાનકેન્દ્ર પર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિજ્ઞાન ઉત્સવની જેમ ખૂબ હોંશભેર ઉજવાયો. બાળકોની સમગ્ર વર્ષની સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા દ્વારા તમામને અભિનંદન પાઠવેલ. બાળકોની ગણિત-વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાષા વધે એ ઉદ્દેશ્યથી જૂન માસથી “આઇડિયા લેબ” એક્ટિવિટીનો પ્રારંભ થઈ રહ્યો છે તો રસ ધરાવનાર વિદ્યાર્થીઓએ 9979241100 પર સંપર્ક કરવો.
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…………

IMG-20230301-WA0205.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *