સુરેન્દ્રનગર
વેસ્ટર્ન રેલવે એમ્પલોય યુનિયને નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગું કરવા હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યુ છે. જેમાં આગેવાનોએ વિવિધ શાખાની મુલાકાત લઇ હસ્તાક્ષર લીધા હતા જે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડાશે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયી યુનિઅન રાજકોટ દ્વારા નવી પેન્શન સ્કીમ નાબૂદ કરીને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે હસ્તાક્ષર અભિયાન શુરૂ કરવામાં આવ્યું છે. જેને અંતર્ગત વેસ્ટર્ન રેલવે એમ્પલોય યુનિયનના સચિવ નિખિલભાઈ જાેશી, ટ્રેઝરર મયુર ગઢવી, જેસી બેન્ક ડીરેક્ટર ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા ખંભાળિયા શાખાની મુલાકાત કરવામાં આવી હતી. આ દરમિયાન ભાટિયા, ભોપલકા, અને ભાતેલ સ્ટેશનના ટ્રાફિક તથા એન્જીનીયરીંગ ખાતાના કર્મચારીઓ જાેડે દ્ગઁજી વિરુદ્ધ હસ્તાક્ષર કરાવ્યાં હતા અને કર્મચારીઓની વિવિધ સમસ્યા સાંભળીને પ્રશાસનને તે સમસ્યા નોટ કરવાનું કામ કર્યું હતું. જલ્દી બધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવું આશ્વાસન દેવામાં આવ્યું હતું. અત્યારે જે હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે, તે ફોર્મ કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રપતિને પણ ઇમેલ કરવામાં આવશે.


