Gujarat

લીલીયા તાલુકા આરોગ્ય વિભાગની  ટોબેકો કંટ્રોલ ફોર્સ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી

લીલીયા મોટા ખાતે તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ (કોટપા ૨૦૦૩) કાયદાની અમલવારી, દંડ અને વસુલાત અંગે સામાજીક જનજાગૃતિ માટે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ અને  લીલીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શહેરના જાહેર માર્ગો પર કામગીરી હાથ ધરી દંડ વસુલાયો.જેમા તમાકુની બનાવટો વેચતી દુકાનોમાં ચેકીંગ હાથ ધરી કાયદાનો ભંગ કરનાર ૧૦ દુકાન ધારકોને કલમ – ૬ હેઠળ ટોટલ ₹ ૨૦૦૦ દંડની વસૂલાત કરવામાં આવેલ.
શાળાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુનુ વેચાણ કરતા એકમો, લારી-ગલ્લાઓ ઉપર ૧૮ વર્ષથી નાની વયના બાળકોને તમાકુ વેચવું દંડનીય અપરાધ છે તથા તમાકુથી કેન્સર થાય છે તેવા
આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી દર્શાવતું બોર્ડ સહિતના નિયમોના ઉલ્લંઘન બદલ સધન કાર્યવાહી હાથ ધરાઈ. આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર લીલીયા, આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર, જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર તેમજ પોલીસ વિભાગની ટીમ દ્વારા કરાઈ હતી.
૧૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુના વ્યસનથી દૂર રાખવા અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ કરવા માટે ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ અમરેલી દ્વારા લીલીયા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાં પણ કામગીરી કરવામાં આવનાર હોવાનું ઈ.એમ.ઓ. દ્વારા જણાવેલ તેમજ લીલીયામાં દંડાત્મક કાર્યવાહીની સાથે સાથે લોકોને તમાકુના વ્યસનથી દૂર રહી જાહેરમાં ધુમ્રપાન ન કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા અપીલ કરવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230520-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *