Gujarat

શ્રી લોહાણા મહાજન, કેશોદ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો

*દિપેનભાઈ અટારા,* સરકારી હોસ્પિટલ, કેશોદ જી.જુનાગઢના લડાયક ફાર્માસિસ્ટ જે *ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ* માં *મિડિયા કન્વીનર*, *TFGP* (ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ)માં *ઉપપ્રમુખ* અને *ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ* મા *જીલ્લા મહામંત્રી* નો હોદ્દો ધરાવે છે. તાજેતરમાં તેઓને *ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન* *GPA* માં મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે અને *ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાના સરકારી ફાર્માસિસ્ટનું GPA માં પ્રતિનિધિત્વ કરશે*. *રઘુવંશી સમાજ, કેશોદ* દિપેનભાઈ તેમના કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે અને સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવે છે. તેઓની આ સિદ્ધિ સમગ્ર રઘુવંશી સમાજ માટે એક ગૌરવની બાબત છે.
સાથે સાથે *ડો જશરાજ પ્રેમાંગભાઈ ધનેશા, ડો યુવરાજ પ્રેમાંગભાઈ ધનેશા, ડો રૂષાંગ પંકજભાઈ દેવાણીએ BDS ની ડિગ્રી મેળવેલ છે, ડો. હેપી દત્તા, એમ.બી.ડી.જી.ઓ. ડો.જય કિશોરભાઈ કારીયા, એમ.બી.બી.એસ., દિપલબેન અરવિંદભાઈ ચાંદ્રાણીએ GPSC પરીક્ષા પાસ કરી છે, અવની રાજેશભાઈ કાનાબાર નેવીમાં સબ લેફ્ટેનન્ટ ઓફિસર તરીકે પસંદગી પામેલ છે, ઓમ અમિશભાઈ કાનાબાર  અંડર -૧૯ ક્રિકેટમાં પસંદગી પામેલ છે, દ્રષ્ટિ નથવાણી, ટીવી એંકર
શિવાની ઉનડકટ, ફિઝિયોથેરાપિસ્ટ
અભિષેક ગોટેચા, એમબીએ.
આ તમામ રઘુવંશી જ્ઞાતિરત્નના સન્માન હેતુ સમારોહનું આયોજન તા.૦૧-૦૪-૨૦૨૩ શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી, કેશોદ ખાતે રાખવામાં આવેલ જેમાં ડી. વાય.એસ.પી. બી.સી. ઠક્કર સાહેબ અને રઘુવંશી સમાજ પરિવાર સહ હાજર રહી જ્ઞાતિરત્નને પ્રોત્સાહિત અને સન્માનિત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા દાતાશ્રી અને રઘુવંશી સમાજની તમામ સંસ્થાઓએ સાથ સહકાર આપેલ.
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20230404-WA0143.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *