મકસુદ કારીગર,કઠલાલ
ખિદમત ગ્રુપ હાથજના સહયોગથી હાથજ તાબેના સંદલીપુરા મદ્રેશા ખાતે ધોરણ ૧૨ અને ૧૦ ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહીત કરવાં માટે એક મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ ૬૦ થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો.
ઉપરોક્ત કાર્યક્રમ પીરેતરીકત સૈયદ નઈમુદ્દીન બાપુની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે હાથજ જુમ્મા મસ્જિદના પેશઈમામ સાહેબ તેમજ મજીદખાન પઠાણ (રિટાયર્ડ.પી.એસ.આઈ ) મૈયોદ્દીન
ખાન પઠાણ (રિટાયર્ડ પી.એસ.આઈ) નુરખાન પઠાણ (રિટાયર્ડ ફોરેસ્ટર) કાલુબેગ મીરઝા (રિટાયર્ડ એ.એસ. આઈ) ઐયુબખાન પઠાણ (રીટાયર્ડ એ. એસ.આઈ ) લતીફખાન પઠાણ (રીટાયર્ડ એ.એસ.આઈ) સાબિરખાન પઠાણ (રીટાયર્ડ કોન્સ્ટેબલ) તેમજ ઈકબાલખાન પઠાણ (ડેપ્યુટી સરપંચ) સિકંદરખાન (એલિકોન) ઈમ્તિયાઝભાઈ મલેક (બોરસદવાળા) પિરૂચાચા ટપાલી તેમજ લતીફખાન.બી.પઠાણ લાલાભાઈ (નહેરવાળા) આયતુલ્લાહખાન ખોખર (એડવોકેટ) યાસિનભાઈ (માસ્તર) નાજીમોદ્દિંન કાજી (મુદ્રરિસ) જેવાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને યુવાનોને પ્રોત્સાહનબળ પૂરું પાડ્યું હતું.
જેમાં ખાસ કરીને વર્તમાન સમયની પરિસ્થિતિને અનુકૂપ શિક્ષણ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી તેવું દરેક વક્તાએ જણાવ્યુ હતું સાથે સાથે મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા માટે અનેક પ્રયાસો કરવા છતાં બદલાવ નહિવત બરાબર કેમ એનાં પાછળનુ કારણ પણ અજ્ઞાનતા જ હોઈ શકે. એટલે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃકતા લાવવા માટે પણ આપણું શિક્ષિત હોવું જરૂરી છે.
છેલ્લે ખાસ સંદેશ સમાજીક કાર્યકર શકિલભાઈ સંધી દ્વારા પાઠવવામાં આવ્યો હતો કે પરિણામ જે આવે તે સકારાત્મકતાની સાથે પરિક્ષામાટે નીકળવું સાથે સાથે જરાપણ હતાશ થયાં વિના એકાગ્રતાની સાથે સવારે વહેલાં ઉઠી સમયનો યોગ્ય ઉપયોગ કરી પરીક્ષાની તૈયારી કરી ખુબજ કાળજી પુર્વક પરિક્ષા આપવી બીજું કે ખાસ ધ્યાન એ બાબતનું પણ રાખવું કે જેટલું આવડે તેટલું અવશ્ય લખવું આજુ બાજુ નજર ફેરવવી નહિ આગળ પાછળ પણ પરિક્ષા દરમ્યાન જોવું નહિ તમો સી સી ટીવી ની રડારમાં છો નાની અમથી ચુક તમારો વર્ષ બરબાદ કરી શકે છે. આવી અનેક બાબતોથી વિદ્યાર્થીઓને સુચિત કરવામાં આવ્યાં હતાં છેલ્લે એટલું જણાવ્યું હતું કે આઘુનિક યુગમાં કાબિલ બનો કામયાબી જખ મારી ને આવશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંદલીપુરા તેમજ હાથજના યુવાનો એ ખુબ જહેમત ઉઠાવી હતી જેની ખિદમત ગ્રુપ દ્વારા નોંધ લીધી છે.


