Gujarat

સરસ્વતીના સાક્ષતવાસ સમા શિક્ષણના ધામમાં શિક્ષકની શરમજનક કરતૂતની ઘટના છોટાઉદેપુરના ગેલેશર પ્રાથમિક શાળાથી સામે આવી

સરસ્વતીના સાક્ષતવાસ સમા શિક્ષણના ધામમાં શિક્ષકની શરમજનક કરતૂતની ઘટના છોટાઉદેપુરના ગેલેશર પ્રાથમિક શાળાથી સામે આવી છે. અન્ય શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેશ વિષ્ણુ રાઠવાએ દારૂના નશામાં ગેલેશર પ્રા. શાળામાં જઈ દુર્વ્યવહાર કર્યો, સરસ્વતીના ફોટાને લાત મારી અપમાનિત કર્યા છે.
કવાંટ તાલુકાના ગેલેશર પ્રાથમિક શાળાનો એક વિડિઓ વાયરલ થયો છે. વિડીઓમાં એક શખ્સ શાળામાં તોડફોડ કરી રહ્યો છે અને શિક્ષણની દેવી સરસ્વતીની તસવીરને લાત મારી અપમાનિત કરી રહ્યો છે. આ શખ્સ બીજું કોઈ નહિ પરંતુ નસવાડી તાલુકાના કુકરદા સરકારી માધ્યમિક શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવતો બેશરમ શિક્ષક છે. ગેલેશર ગામે લગ્ન પ્રસંગમાં આવેલા હેવાન યોગેશ દારૂના નશામાં હતો અને પોતાને પત્રકાર જણાવી શાળાનો રેકોર્ડ ચેક કરવા લાગ્યો, એટલું જ નહીં પરંતુ શાળામાં હાજર શિક્ષકો સાથે ગેરવર્તણૂંક કરી , શાળાના શિક્ષકોએ ઓળખ કાર્ડ માંગ્યું તો ઉશ્કેરાઈ જઈ યોગેશે કોમ્પ્યુટર ફેંકી દીધું , બાજુમાં જેની દરરોજ પૂજા કરાય છે તેવા સરસ્વતી માતાની તસવીરને લાત મારી અપમાનિત કર્યા, સમગ્ર બાબતે શાળાના શિક્ષકોએ ગ્રામજનોને બોલાવ્યા તો ગામલોકોએ પોલીસને જાણ કરી. જો કે પોલીસે માત્ર નશાની હાલતમાં શાળાની બહાર મળી આવ્યાનો આરોપ લગાવી કાર્યવાહી કરી, સામાન્ય આરોપોને લઈ વિડીઓમાં હેવાનીયતની હદ પાર કરતા યોગેશ વિષ્ણુ રાઠવાને કોર્ટ માંથી જામીન મળી જતા હાલ તે બહાર છે. જો કે હવે સમગ્ર મામલે વિડિઓ વાયરલ થતા કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *