Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા
ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેર્દીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૩૨૦૦૯૨૯/૨૦૨૦,
ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૨ વર્ષથી પોતાની
કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ
તા.૨૪/૦૧/૨૦૨૩ નાં રોજ સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામેથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી
પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
વિક્રમ વાલજીભાઇ સાથળા, ઉ.વ.૨૮, રહે.ખડકાળા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી હાલ રહે.આસોદર, તા.લાઠી, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા, તથા પો.કોન્સ. તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230125-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *