સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે N.S.Sના સ્વયંસેવક ભાઈ-બહેનો દ્વારા તારીખ: ૩૧-૧૨-૨૦૨૨,શનીવારના રોજ એક દિવસીય કોલેજ કેમ્પસ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં ૧૦૦ જેટલા N.S.Sના સ્વયંસેવક ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
કોલેજના ઉત્સાહી પ્રિન્સીપાલશ્રી ડો.એસ.સી.રવિયા તથા એન.એસ.એસ યુનિટ પ્રોગ્રામ ઓફિસર ડો.એમ.જે.પટોળીયા તથા તમામ પ્રાધ્યાપક ભાઈ-બહેનો અને કોલેજના તમામ વહીવટી કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.


