રાજકોટ
બહાદુરને કોઈ ઉંમરનું બંધન નથી. વિકટ સંજાેગો વચ્ચે હિંમત કેવી રીતે દર્શાવી શકાય તેનું શાનદાર ઉદાહરણ રાજકોટની ૧૭ વર્ષીય વિદ્યાર્થિની ભાર્ગવી વ્યાસે પૂરું પાડ્યું છે. ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તે સ્ટિયરિંગ પર ઢળી પડ્યો હતો. બાદમાં બસે બે વાહનને અડફેટે પણ લીધાં હતાં. પરંતુ તે સમયે બસમાં બેઠેલી ભાર્ગવીએ હિંમત દાખવી સ્ટિયરિંગ સંભાળી લીધું હતું. આ સમયે સામેથી ટ્રાફિક સિગ્નલ ખૂલતા તેને વિચાર આવ્યો કે અનેક લોકો બસ હેઠળ કચડાય જશે. પરંતુ તેણે તાકાત લગાવી સ્ટિયરિંગ રસ્તાની બાજુની દીવાલ તરફ ફેરવી નજીકના સબ સ્ટેશન સાથે બસ અથડાવી દીધી હતી. રાહદારીઓ તરફ જતી બસને રોકી વિદ્યાર્થિનીએ મોટી દુર્ઘટના રોકી હતી. આ ઘટના બાદ પરિવારના લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
