Gujarat

વડોદરાના અટલાદરામાં પુરવઠા વિભાગે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન કરી સીલ

વડોદરા
વડોદરા શહેરના અટલાદરમાં વિસ્તારમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને સીલ કરવામાં આવી છે. અનાજ કૌભાંડના આક્ષેપ બાદ પુરવઠા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના અટલાદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે પુરવઠા વિભાગની ટીમ તૈલી બંસીલાલ ભગવાનલાલ નામના સંચાલકની સસ્તા અનાજની દુકાને પહોંચી હતી. જ્યાં દુકાન પર નોટસી ચોંટાડી દુકાનને સીલ કરવામાં આવી છે. સરકારી સસ્તા અનાજમાં કૌભાંડના આરોપી બાદ અહીં તપાસની કાર્યવાહી કરવામાં આવી છે. શું લખ્યું છે નોટિસમાં તે.. જાણો..? પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પર લગાવેલ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ૪ ફેબ્રુઆરીએ મળેલી બાતમીના આધારે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની તપાસ કરવા માટે દુકાનના સ્થળ ડિવાઇન એડીફેસ કોમ્પલેક્ષ ખાતે આવ્યા હતા. આ દુકાનના સંચાલકને મોબાઇલથી સંપર્ક કરી દુકાન સ્થળે બોલાવતા દુકાન સંચાલકે બહાર હોવાથી નહીં આવી શકે તેમ જાણાવ્યું હતું. જેથી મધરાત્રે ૧૨ઃ ૧૫ કલાકે આ દુકાન પુરવઠા નિરિક્ષક દ્વારા સીલ કરવામાં આવે છે. આ સીલ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ખોલી શકાશે નહીં અને જાે આવું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અટલાદરમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં તૈલી બંસીલાલ ભગવાનલાલે સરકારી બોરીમાંથી અનાજ ખાનગી બોરીમાં પેકિંગ કર્યા હોવાની આશંકા છે. એટલું જ નહીં સસ્તા અનાજની આ દુકાનમાંથી મહિનામાં બે વખત વહેલી સવારે અનાજ પુરવઠો સગેવગે કરાય છે તેમજ ગ્રાહકોને પૂરતું અનાજ નથી આપવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે. જેથી પુરવઠા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *