Gujarat

ભારતમાં કોરોનાના નવા ૧,૭૦૧ દર્દી મળી આવ્યા

સિંગાપોરમાં બે અઠવાડિયામાં ૫૬,૦૪૩ કોવિડ-૧૯ કેસ નોંધાયા

સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. સિંગાપોરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા ૫૬ હજાર કેસોએ ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે. સિંગાપોરમાં બે અઠવાડિયામાં ૫૬,૦૪૩ કોવિડ-૧૯ કેસ નોંધાયા છે, જ્યારે ગયા સપ્તાહે ૩૨,૦૩૫ કેસ નોંધાયા હતા. વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે. ઉૐર્ં પહેલાથી જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી ચૂક્યું છે. આ દિવસોમાં કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ ત્નદ્ગ.૧ લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, અમેરિકા અને ચીનમાં લોકો આ નવા વેરિઅન્ટથી વધુ પ્રભાવિત છે.. ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જાેવા મળ્યો હતો. સિંગાપોરમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયે લોકો માટે એડવાઈઝરી જારી કરી છે.

મંત્રાલયે લોકોને ભીડવાળી જગ્યાઓ ટાળવા અને બજારો, એરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. અહેવાલ મુજબ લગભગ એક મહિનામાં કોવિડ -૧૯ ના સબવેરિયન્ટ ત્નદ્ગ.૧ ના સાત કેસ ચીનમાં મળી આવ્યા છે. ૧૦ ડિસેમ્બર સુધીમાં આ સબવેરિયન્ટ ઓછામાં ઓછા ૪૦ અન્ય દેશોમાં નોંધવામાં આવ્યું હતું. અમેરિકામાં પણ કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો જાેવા મળ્યો છે. ન્યૂઝના રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને ૨૩,૪૩૨ થઈ ગઈ છે.. યુએસમાં ગયા મહિને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ૨૦૦ ટકા અને ફ્લૂ માટે ૫૧ ટકાનો વધારો થયો છે.

કોરોનાનો ત્નદ્ગ.૧ કેસ હાલમાં અમેરિકા અને ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૩૫ નવા કેસ નોંધાયા છે. આ બીમારીને કારણે પાંચ લોકોના મોત થયા છે. હાલમાં ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧,૭૦૧ છે. કેરળમાં કોરોનાના નવા પ્રકાર, ત્નદ્ગ.૧ના આગમન સાથે, દેશના તમામ રાજ્યોએ આરોગ્ય સંબંધિત સુરક્ષામાં વધારો કર્યો છે. કેરળમાં કોરોનાનો સૌથી ઘાતક પ્રકાર જાેવા મળ્યો છે. તેમાંથી બોધપાઠ લઈને કર્ણાટક સરકારે એડવાઈઝરી જારી કરી છે. આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકો અને અન્ય રોગોથી પીડિત લોકો માટે માસ્ક પહેરવાની સલાહ આપી છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *