સુરેન્દ્રનગર
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં ડ્રગ્સ ઝડપાયું હતું. સુરેન્દ્રનગરમાં ન્ઝ્રમ્ અને ર્જીંય્એ પકડેલા ડ્રગ્સના કેસનો ખુલાસો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાંથી ઝડપાયેલા ૧૭૬ ગ્રામ ડ્રગ્સ કેસમાં મળેલો ડ્રગ્સ નહીં પણ સફેદ પાવડર હોવાનો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં મળેલી તમામ વસ્તુઓ હ્લજીન્માં મોકલાઈ હતી. જેમાં ફરિયાદી ઁજીૈં ચંદ્રિકા એરવાડિયાને કોર્ટમાં હાજર થવા સમન્સ આપવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ વધુ તપાસના આદેશ આપ્યા હતા.
