છોટાઉદપુર જીલ્લાનાં એક ગ્રામ વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે એક મહિલા ઘરેથી નીકળી આવેલ હતી મહિલા ઘર પરિવાર ને છોડી ને આવેલ પરત જવા માગતા ના હતા જેથી મંદિર પર આશ્રય માટે આવ્યા હતા એકલી મહિલાને બેસેલાં જોઈને સેવા ભાવિ વ્યક્તિ એ ૧૮૧ મા કોલ કરી મહિલા ની સમસ્યા જણાવી હતી.
૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલા ની સમસ્યા સાંભળી હતી પીડિત મહિલાનો પતિ વ્યસન કરી મહિલા પર હાથ ઉપાડતા હતા શંકા – વહેમ કરતા હોવાથી મહિલા ને પતિ એ ઘર ની બહાર કાઢી મુકવાની ધમકી આપતા.. મહિલા ને 12 વર્ષ યે એક દીકરો છે. કાયમ માટે હેરાનગતિ થતા આત્મ હત્યા કરવાનો વિચાર કરી મહિલા ઘરે થી નીકળી ને મંદિર પાસે બેઠા હતા ૧૮૧ ટીમે દ્વારા મહિલા નું કાઉસેલિંગ કરી ને સલાહ સૂચન માર્ગદર્શન આપેલ .. મહીલાનું અને દીકરાનું ભવિષ્ય વીશે વિચાર કરી એક સારું જીવન નું મહત્વ સમજાવી માર્ગદર્શન આપ્યું .મહિલા ને સાસરી માં જવું નહી કહેતા સાસરી પક્ષના જાણ કરી સાસરી પક્ષના સભ્યો હાજર રાખ્યા હતા તેમને ગેરવર્તન અને અપશબ્દો બોલી હેરાનગતિ ના કરવાની સમજ આપી ઘરેલુહિંસા બાબતે સમજ અને કાયદાકિય સમજ આપતા પોતાની ભૂલ સ્વીકારી અને સાસરી માં સાથે લઈ જવાનું જણાવ્યું પરંતુ મહિલા એ માતા પિતાના ઘરે પિયર માં જવું છે કહી સાસરી મા જવાની ના પાડી જેથી મહિલા ની સુરક્ષા ને ધ્યાન મા રાખી આશ્રય મળી રહે તે માટે મહિલાને રાજી ખુશી થી પિયર પરિવારમાં સોંપેલ છે….
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


