બોડેલી તાલુકાના રણભૂન ગામે સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડાઓ ઉપર હલ્લાબોલ કર્યો હતો. વહેલી સવારે 9 વાગે ગામની મહિલાઓ હાથમાં લાકડીઓ લઈને દેશી દારૂ ના રોજ ધમધમતા 2 અડ્ડાઓ ઉપર ઘસી ગઈ હતી. જોકે દારૂ વેચનારાઓને આ અંગેની ગંધ આવી જતા તેઓ મુદ્દામાલ લઈને અત્રે થી ફરાર થઈ ગયા હતા. આ હલ્લાબોલમાં રણભુન ગામની 350 જેટલી મહિલાઓ અને યુવાનો જોડાયા હતા.
બોડેલી તાલુકાના રણભૂન ગામે દેશી દારૂના બે અડ્ડાઓ ચાલી રહ્યા હોવાની વાત સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ કરી હતી. ગામના આગેવાને જણાવ્યું હતું કે, રણભૂન ગામમાં સ્થાનિક નાગરિકોનો દેશી દારૂ ના સેવન અને વેચાણ સામે વિરોધ હોવાને કારણે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જોકે રણચંડી બનેલી મહિલાઓ જ્યાં દેશી દારૂ વેચાય છે તે સ્થળો પર પહોંચી ત્યારે ત્યાં કશું પણ મળી આવ્યું ન હતું.
રણભૂન ગામે ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ દારૂ વેચનારા સ્થળો ઉપર રૂબરૂ ધસી જતા જેઓ દેશી દારૂ વેચતા હોવાનું કહેવામાં આવે છે ત્યાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો ન હતો. જ્યારે અત્રે થી કોઈ મુદ્દામાલ પણ મળી આવ્યો ન હતો. દારૂ ની પોટલીઓ અત્રે થી દૂર કરી દેવાઇ હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપો કર્યા હતા.
હલ્લાબોલ અંગે અગાઉથી પોલીસ કે વહીવટી તંત્રને ગ્રામજનો કે આગેવાનોએ લેખિત કે મૌખિક કોઈપણ પ્રકારની જાણ કરી ન હતી. જેથી તત્કાલીન સમયે માહિતી ન હોવાને કારણે કોઈ પોલીસ કર્મચારી ઘટનાસ્થળ પર પહોંચી શક્યો ન હતો. ગ્રામજનોના હલ્લા બાદ પોલીસને જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જોકે આ દરમિયાન મુદ્દા માલ કે શંકાસ્પદ વ્યક્તિઓ ન હોવાને કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો અવકાશ જ ઉભો થયો ન હતો કેમ ગ્રામજનો જોડાઈ રહ્યા હતા તેમ છતાં ગ્રામજનો પોલીસ સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતા હતા.
બોક્સ 1
રણભૂન ગામના બે ભાગમાં દેશી પોટલીઓ વેચાય છે.જૂના ફળીયામાં એક અડ્ડો ચાલે છે.બીજો આદિવાસી ફળિયા તરિકે ઓળખાતા વિસ્તારમાં ચાલે છે.બન્ને દેશી લિકર વેચાણ કેન્દ્રોની મધ્યમાં જ સત કૈવલ મંદિર આવેલું છે. જેને લઇ સ્થાનિક લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે.
બોક્સ 2
ગામની મહિલાઓએ જણાવ્યું હતું કે, દારૂ પીને આવતા પુરુષોના ત્રાસથી મહિલાઓ છોકરાં એકલા મૂકીને ઘર છોડીને જવા મજબૂર બને છે.દારૂડિયા પતિનો માર ખાઈને મહિલાઓ ઘર કરવા પડી પણ રહે છે.રણભૂન ગામમાં દારૂ જ ન વેચાવો જોઈએ એજ અમારી લાગણી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


