Gujarat

દહેગામ રેલવે ફાટક નંબર – ૨૮ નજીકથી સાંભળી અને બોલી ન શક્તો ૧૫ વર્ષની ઉંમરનો બાળક મળી આવ્યો

ગાંધીનગર
દહેગામ રેલવે ફાટક નંબર – ૨૮ નજીકથી સાંભળી અને બોલી ન શકતો આશરે ૧૫ વર્ષની ઉંમરનો એબ બાળક મળી આવ્યો છે. હાલમાં આ બાળક ગાંધીનગરના સેકટર- ૧૭માં આવેલા સરકારી બાળગૃહમાં રાખવામાં આવ્યો છે, તેવું સરકારી ચિલ્ડ્રન હોમ, ગાંધીનગરના અધિક્ષકે જણાવ્યું છે.
તેમણે વઘુમાં જણાવ્યું છે કે, તા.૧૯મી ઓગસ્ટના રોજ સાંજના ૭.૩૦ કલાકની આસપાસના સમયમાં દહેગામ રેલ્વે ફાટક નંબર – ૨૮ ખાતે એક બાળક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેને રેલ્વે પોલીસ દ્વારા અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. તા.૨૧મી ઓગસ્ટના રોજ સાંજના ૪.૦૦ કલાકના સમયે હિંમતનગર રેલવે સુરક્ષા બલ પોલીસ સ્ટેશન દ્વારા બાળકના સંભાળ અને રક્ષણ માટે સરકારી બાળ ગૃહ, સેકટર-૧૭ ખાતે આ બાળકને લાવવામાં આવ્યો હતો.
આ બાળક હિન્દી ભાષામાં પોતાનું નામ સુરેન્દ્ર થારૂ લખે છે. તેની ઉંમર આશરે ૧૫ વર્ષ છે. તે રંગે ધઉ વર્ણનો, મધ્યમ કદનો, પાતળા બાંધાનો તથા બોલી અને સાંભળી શક્તો નથી. આ બાળકના વાલીએ આધાર પુરાવાઓ સાથે બાળ સુરક્ષા કચેરી, ગાંધીનગર કે બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરનો ફોન નંબર – ૦૭૯ ૨૩૨ ૪૩૩૫૧, ૨૩૨ ૪૫૪૦૦ અથવા મોબાઇલ નંબર – ૭૯૮૪૭૨૭૪૦૪ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે, તેવું સુપ્રિન્ડેન્ટએ જણાવ્યું છે. બાળકના કોઇ વાલી- વારસ દ્વારા હક્કદાવો કરવામાં નહિં આવે, તો ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કાયદેસર રીતે લીઘેલા ર્નિણયને આખરી ગણવામાં આવશે, તેવું પણ જણાવ્યું છે.

File-02-Page-Ex-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *