Gujarat

ભારે પવનથી જેતપુર નજીક વીજપોલ ધરાશાયી, વાહનવ્યવહાર અટક્યો 

આજે જેતપુરના ચાપરાજપુર અને ભીડભંજન મહાદેવ મંદીર વચ્ચે ભારે પવનથી એક વીજપોલ ધરાશાયી થતાં જીવતા વાયર રોડ પર જ પડ્યા હતા. એ કારણે આ રોડ પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. રાહદારીઓ અને વાહનચાલકોના ગભરાટ વચ્ચે તંત્રને જાણ કરવામાં આવતા વિજતંત્રનો સ્ટાફ મારતે ઘોડે બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પણ ગબડેલા વિજપોલને પૂર્વવત કરવા દોઢ-બે કલાક થઈ જતાં આટલો સમય વાહનવ્યવહાર થંભી ગયાનું વાહનચાલકોએ જણાવ્યું હતું.
 (ફોટો : હરેશ ભાલિયા  જેતપુર)

IMG_20230613_162810.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *