Gujarat

પ્રવૃત્તિઓના ભંગ બદલ રૂ.૫,૦૦,૦૦૦ સુધીનો દંડ અથવા ૩ થી ૭ વર્ષ સુધીની સજા પણ થઈ શકે

સામાન્ય રીતે વન્યપ્રાણી વિચરણ વિસ્તારમાં પ્રાણીઓનેપ્રકૃતિને નુકસાન થાય તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. જેના કારણે પ્રાણીઓને ખલેલ પહોંચતો હોય છે. તો આ અંગે જૂનાગઢ ગીર પશ્ર્ચિમ વન વિભાગ દ્રારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જૂનાગઢ ગીર પશ્ર્ચિમ વન વિભાગની યાદીમાં જણાવ્યા અનુસારથોડીક જાગરૂકતા આપણીબની રહે સલકમત વન્યપ્રાણીઓની અને ખુશહાલી બની રહે આપણા પરિવારનીવન્યપ્રાણી વિચરણ વિસ્તારમાં જાવ ત્યારે અભ્યારણને/વન્ય પ્રાણીને નુકસાન થાય તેવા પદાર્થો તથા પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છેવન્ય પ્રાણીઓને ઘોંઘાટ પસંદ ન હોય જગલમાં હોર્નટેપરેડિયોમાઈક કે કોઈપણ જાતના વાજિંત્રો વગાડવાની સખ્ત મનાઈ છેજંગલમાં ચૂલાતાપણા સળગાવવા નહીં તેમજ જંગલમાં આગ લાગે તેવા વિસ્ફોટક પદાર્થો લઈ જવાની સખ્ત મનાઈ છેરસ્તા પરથી પસાર થતી પ્રાણીઓને રંજાડવા નહી તેમજ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સખ્ત મનાઈ છે.

આ ઉપરોક્ત સૂચનાનું પાલન કરવામાં નહિ આવે તો પ્રવૃત્તિઓના ભંગ બદલ રૂ.૫,૦૦,૦૦૦ સુધીનો દંડ અથવા ૩ થી ૭ વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *