Gujarat

ઉનાના મોઠા ગામે સંકલ્પ વિકાસિત ભારત યાત્રા રથ પહોચી.ડ્રોન થી બાગાયતમાં દવા છટકાવનું લાઈવ ડેમો બતાવવામાં આવ્યો

ઉનાના મોઠા ગામે સંકલ્પ વિકાસિત ભારત યાત્રા રથ પહોચયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાણા હતા. તાલુકા પંચાયતના અધિકારીઓ ટીડીઓ, વિસ્તરણ અધિકારી, જોશી, ચાવડા સહીત કર્મચારીઓ જોડાયા હતા. ગ્રામ પં. સરપંચ પ્રતિનિધી, ઉપસરપંચ પ્રતિનિધિ, તાલુકા પં. પ્રમુખ પતિનિધિ, ઉપપ્રમુખ પ્રતિનિધિ મોઠા પ્રા. શાળાના આચાર્ય તથા શિક્ષકગણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેહુલભાઈ, નીતાબેન, કાજલબેન અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
જેમાં તાલુકા પં.ના વિસ્તરણ અધિકારી તુષારભાઈ જોશી દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. તેમજ ડ્રોન દ્વારા બાગાયતમાં દવા છટકાવનું લાઈવ ડેમો બતાવવામાં આવ્યું હતું. તેમજ ઉધ્વલા યોજનામાં ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ પ્રતિનિધિ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડનું પણ વિતરણ કરવામાંં આવ્યું હતું. પી.એમ .આવાસ યોજનાના લાભાર્થીને ભારતીય જનતા પાર્ટીના યુવા મંત્રી રાવતભાઈ પરમારના હસ્તે લાભાર્થી ચાવી અર્પણ કરવામાં આવી હતી.

IMG-20231217-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *