ખેડા જિલ્લાની વધુ સભ્ય ધરાવતી કઠલાલ સિનિયર સીટીઝન ક્લબ દ્વારા નવા વર્ષના પ્રારંભે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.જેની સાથે સાથે સિનિયર સીટીઝન દિવસની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ક્લબ ના પ્રમુખ અરવિંદભાઈ શર્મા અને મંત્રી આર જે પટેલ દ્વારા ચાલુ સાલે પ્રવાસે ગયેલ આઠ સભ્યોનું અભિવાદન કરી તેમના તરફ થી આપવામાં આવેલ ભોજન સમારંભ માટે પુષ્પગુચ્છ આપી તેઓનું સમ્માન કરવામાં આવ્યું અને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી.
તેમજ પધારેલ મહેમાન લાલજીભાઈ શાકભાજી વાળા ( ભાનેર વાળા ) તેઓને ત્યાં રાખવામાં આવેલ ભાગવત સપ્તાહ તા.૨૩ થી ૨૯ સુધી જેમાં સિનિયર સિટીઝનોને આમંત્રણ આપવામાં આવ્યું.
આમ કઠલાલ સિનિયર સીટીઝન કલબ દ્વારા સુંદર સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

