Gujarat

અમરેલીના સોનારીયા ગામે વીજળી પડતા એક આધેડનું મોત

અમરેલી
અમરેલીના સોનારીયા ગામે વીજળી પડતા એક આધેડનું મોત થયું છે. વાડીએથી પરત આવતા ગામના પાદરે ઉભા હતા ત્યારે વીજળી પડતા મોત થયું છે. સોનારીયા ગામે રહેતા બાલાભાઈ રણછોડભાઇ વાઘેલા ઉપર વીજળી પડતા મોત થયું છે. જયારે ૧૦ વર્ષની માહી મનુભાઈ વાઘેલાનો આબાદ બચાવ થયો છે. વીજળીની ઘટનામાં આધેડના મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમરેલીના સોનારિયા ગામે રહેતા બાલાભાઈ વાઘેલા ખેતરે ગયા હતા. જ્યાથી તેઓ ઘરે પરત ફર્યા અને ઘરના ડેલા પર પહોંચતા આ ઘટના બની. વીજળી એકા એક પડતાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહત્વનુ છે કે તેની સાથે ઊભેલી ૧૦ વર્ષની બાળકીનું પણ મોત થયું હતું. ઘટના બાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જાેકે બાળકીને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ ફરીથી ધમધોમધમાર વરસાદ પડશે અને એટલે ભારે વરસાદને પગલે પડનારી હાલાકી માટે તૈયાર રહેજાે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ૬, ૭ અને ૮ જુલાઈએ ધોધમાર વરસાદ પડશે. જેને લઈ ગુજરાત ફરી જળમગ્ન થશે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *