Gujarat

સંખેડામાં તાલુકા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ

તાલુકા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક તાલુકા પંચાયત સંખેડા ખાતે તાલુકા પ્રમુખશ્રી સંજયભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા.૨૫ ઓગષ્ટના રોજ યોજવામાં આવેલ. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીના પ્રતિનિધિ, તાલુકા હેલ્થ ઓફિસર, પ્રોગ્રામ મેનેજર(ICDS)ઓફિસરશ્રી, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી તથા સરપંચશ્રીઓ સભ્ય તરીકે બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની ભૂમિકાઓ અને જવાબદારીઓ તથા તાલુકા બાળ સુરક્ષા સમિતીની ભૂમિકાઓ તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અપાવવા બાબતે પ્રચાર પ્રસાર કરવો તથા સબંધિત વિભાગો સાથે સંકલન કરી બાળકોની યોજનાનો લાભ અપાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બાળ સુરક્ષા વિભાગની પાલક માતા-પિતા યોજના, દતક વિધાન યોજના, સ્પોન્સરશીપ યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, ફોસ્ટરકેર, આફટરકેર યોજના, શેરો પોઝીટીવ ઇલનેસ યોજના તથા સમાજ સુરક્ષા વિભાગની દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષ એવા સંજયભાઈ દેસાઈ દ્વારા બાળ માર્ગદર્શન કેન્દ્ર અંગેનું મકાનની વ્યવસ્થા કરવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને દરખાસ્ત કરવા જણાવેલ તથા કાળજી રક્ષણ અને સંભાળની જરૂરિયાત વાળા અનાથ બાળકોને લાભાન્વિત કરવા માટે પ્રચાર પ્રસાર કરવા તથા સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે તેમજ સ્થાનિક સંસ્થાઓને સાથે રાખી લાભો અપાવવા બાબતે આહવાન કરવા જણાવવામાં આવેલ.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1693219218643_7101876141635413723.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *