Gujarat

મહુધા કોલેજમાં ક્વીઝ સ્પર્ધા યોજાઈ.

તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા

મહુધા કોલેજમાં ક્વીઝ સ્પર્ધા યોજાઈ.

મહુધા કેળવણી મંડળ સંચાલિત, એમ.ડી.શાહ કોમર્સ અને બી.ડી.પટેલ આર્ટસ કોલેજ, મહુધા ખાતે તાજેતરમાં NCC અને NSS નાં સંયુક્ત ઉપક્રમે ક્વીઝ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં 43 જેટલા સ્પર્ધકોએ ભાગ લેવા માટે નામ નોંધાવ્યા હતા. તેમાંથી મર્યાદિત સ્પર્ધકોની ત્રણ ટીમ બનાવવાની હોય, લોટરી પધ્ધતિથી 15 સ્પર્ધકો પસંદ કરવામાં આવ્યા હતા. ત્રણ ટીમો પૈકી પ્રથમ સ્થાને જય જવાન ટીમ, દ્વિતિય સ્થાને જય કિસાન ટીમ અને તૃતીય સ્થાને જય ભારત ટીમ વિજેતા થયા હતા. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.કે.આર.પટેલ, ડો.પી.એલ.પટેલ અને પ્રા.આર.જે.પટેલે સેવાઓ પૂરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કલ્પેશ સુથારે કર્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડો.કે.એસ.દવે, NCC નાં કન્વીનર ડો.કે.આર.ઓડેદરા અને NSS નાં કન્વીનર પ્રા.એન.બી.સોલકી તથા કોલેજના યુનિયન ઈન્ચાર્જ પ્રા.આર.એન.ચૌધરીએ વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20230828-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *