Gujarat

રાણાકંડોરણા ગામમાં કપડા ધોવા ગયેલી મહિલાનું તળાવમાં ડૂબી જવાથી મોત

પોરબંદર
પોરબંદરમાં માતા અને પુત્રનું તળાવમાં ડૂબતા મોત થયા હોવાનું સામે આવ્યુ છે. પોરબંદરમાં ગઈકાલે રાણાકંડોરણા ગામમાં કપડા ધોવા ગયેલી માતાનું તળાવમાં ડૂબવાથી મોત થયું હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર બાળક પાણીમાં પડતા માતાએ પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતુ. પોરબંદરમાં ફાયર બ્રિગેડે માતા અને પુત્રના મૃતદેહને બહાર કાઢ્યા હતા. જયારે અન્ય એક ઘટનામાં ભાવનગરના મહુવા નજીક માલણ નદીમાં ચાર યુવાનોના ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. નાનાજાદરા અને કુંભણ વચ્ચે માલણ નદીમાં નહાવા ગયેલા યુવકોમાંથી ૨ યુવકના મૃતદેહ મળ્યા છે. જ્યારે ફાયરના જવાનો અને તરવૈયાઓ બે ગુમ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. તમામ યુવાનો મહુવાના રૂપાવટી ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *