Gujarat

સુરતમા ‘BRTS’ રૂટમાં નાગરિકોની બેદરકારી, અકસ્માત થાય તો જવાબદાર કોણ ?

સુરત
સુરતમાં વધુ એક નાગરિકોની બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. સુરતના કોસાડમાં કોઇપણ પ્રકારના ભય વિના બસ સામે બાળકો મારામારી કરતા હતા. વીડિયોમાં જાેવા મળી રહ્યુ છે કે સહેજ માટે દુર્ઘટના ટળી હોય. જાે બસ ચાલકે બ્રેક ન મારી હોત તો ઝઘડી રહેલા બાળકોનું ટોળુ બસ સાથે અથડાતુ અને વધુ એક અકસ્માત સર્જાઇ જતો. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે આટલી ઘટનાઓ બાદ પણ કેમ લોકો અટકતા નથી .કેમ મ્ઇ્‌જી રૂટને ટાઇમપાસનો રૂટ સમજી બેઠા છે. પાછલા ઘણા સમયથી સુરતમાં ‘મ્ઇ્‌જી’ રૂટમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે સામે આવેલા બેદરકારીના આ દ્રશ્યો ચાડી ખાય છે કે ‘મ્ઇ્‌જી’ બસના ડ્રાઇવરનો જ વાંક નથી હોતો, ક્યાંક નાગરિકો પણ પોતાની ફરજ ચૂકી રહ્યા છે. કોઇને કોઇ જ ભય નથી. કોઇને જાણે કે મોતનો કોઇ જ ડર ન હોય તેવુ લાગી રહ્યુ છે. જાે આવી જ બેદરકારી દાખવવામાં આવે તો સ્વાભાવિક છે કે અકસ્માતો સર્જાઈ શકે છે. ત્યારે તંત્ર કાયદા અને કાર્યવાહીનો ડંડો ઉગામે તે પહેલા નાગરિકો પોતાની જવાબદારી સ્વીકારે અને સુધરે. અન્યથા તંત્ર પર દોષનો ટોપલો ઢોળવાથી કોઇનો જીવ નહીં બચી જાય.

Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *