જામનગર ની જાણીતી સેવાકીય સંસ્થા કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન કે જે દર મહિને એક સેવાકીય પ્રવૃત્તિ કરેછે જેના એક ભાગ રૂપે ઓક્ટોબર માસમાં તારીખ ૨૯/૧૦/૨૦૨૩ ના રોજ વિશ્વકર્માં બાગ,ગાંધીનગર રોડ ખાતે ભારતીય ભાતીગળ નવરાત્રી ના અનુસંધાને ગુજરાત ભર માં પ્રથમ વખત સરકારી નિયમોને આધીન રહીને એક અદ્ભુત અનોખી આશ્રમ નવરાત્રી નુ આયોજન કરવામાં આવેલ

આ અનોખી આશ્રમ નવરાત્રી માં જામનગરના જુદા જુદા લગભગ બધાજ આશ્રમ ના બાળકો મહિલાઓ અને વૃદધો માટે જ એક દિવસય નવરાત્રી નુ આયોજન કરવામાં આવેલ

આ આયોજન માં ફૂલ 230 બાળકો, મહિલાઓ, અને વૃદધો, એ ભાગ લીધેલ. ગ્રુપના મેમ્બર્સ તમામ લોકોને સમયસર લઇ આવ્યા બાદ તમામને પૌષ્ટિક અને તાજું ભોજન કરાવેલ ત્યારબાદ તમામ માટે અલગ અલગ રાસ નુ અને અલગ અલગ રાઉન્ડ નું આયોજન કરેલ ત્યારબાદ દરેકને આઈસ્ક્રીમ આપવામાં આવેલ અને અને દરેક બાળકોને રિટર્ન ગિફ્ટ આપવામાં આવેલ અને તમામ વૃદધો ને રોકડ રૂ.200 ના કવર આપવામાં આવેલ

ત્યારબાદ જાહેર જનતા માટે બે રાઉન્ડ રાખવામાં આવેલ જેમાં પણ પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામો તથા વેલ ડ્રેસ આપવામાં આવેલ
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામને પરત તેમના આશ્રમ મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ

આ કાર્યક્રમ ને નિહાળવા માટે સાંસદ પૂનમબહેન માડમ, મેયર શ્રી, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરાં,તમામ મહામંત્રી શ્રીઓ, પ્રગટેશ્વર મહાદેવ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી યોગેશભાઈ જોશી, શ્રી રમણીકભાઈ ગોરૈયા, શ્રી દિલીપમામાં, રીટાયર મામલતદાર શ્રી પી. બી. શાહ,રીટાયર સ્કૂલ પ્રિન્સિપાલ શ્રી અતુલભાઈ ઠકકર, જાણીતા વેપારી શ્રી સુરેન્દ્રભાઈ વોરા વિગેરે હાજર રહેલ

આ સેવાકીય કાર્ય માં શ્રી ભાવિનભાઈ મહેતા, દ્રષ્ટિ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, શિવ આઇસ્ક્રીમ,કુબેર ડેકોર,ભારત ઇલેક્ટ્રિક કોર્પોરેશન,ફાઈવ સ્ટાર ડ્રાયફ્રુટ, ડો. વી. ડી. શાહ,બ કંડોરિયા એન્ડ કંપની વિગેરે તરફથી ફાઉન્ડેશન ને આર્થિક સહયોગ મળેલ.
સમગ્ર કાર્યક્રમ નુ આયોજન ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી બઋષભ ઠકકર ના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ સપના શાહ, સેક્રેટરી પારસ વોરા, જો સેક્રેટરી શ્રી હાર્દિક ઠકકર, ટ્રેઝરર પાર્થ મહેતા પી. આર ઓ વિશાલ મહેતા દ્વારા કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમ નુ એન્કરિંગ ગૌરવ રાઈઠા અને પૂજા કતીરા દ્વારા કરવામાં આવેલ જયારે જજ તરીકે ક્રિષ્ના શુક્લ અને રાની ભોકલે સેવા આપેલ.સમગ્ર કાર્યક્રમ માટે વૈભવ મહેતા, ઋષભ મહેતા, દેવાંગ શાહ, નિરવ મહેતા,નંદિની રાચ્છ,મિલન રાચ્છ,પલક કોઠારી,ઋષભ કોઠારી,કવિતા શેઠ,બ્રિજેશ વોરા,નિખિલ મહેતા,નિરવ શેઠ,પૂર્વી પારેખ,કેયુર કોઠારી દિશા શેઠ,હિતા વસા, મિતરાજસિંહ જાડેજા, કોટેચા વિવેક અને બદિયાની ધ્રુવિક એ ખુબજ જહેમત ઉઠાવેલ.

