*રાજકોટ શહેરમાં કોલેરા કેસ અન્વયે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી.*
*રાજકોટ શહેર તા.૨૮/૭/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ખાનગી હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત થયેલ વિગત મુજબ નીચે મુજબની વિગતેના કોલેરાના પોઝીટીવ દર્દી નોંધાયેલ છે. પ્રાથમિક તપાસમાં મળેલ વિગતો મુજબ રોગનું મુખ્ય કારણ પીવાનું પાણી કુવામાંથી ટેન્કર દ્વારા આપવામાં આવતું હોવાનું ધ્યાને આવેલ છે. આ કુવો રાજકોટ જીલ્લામાં આવેલ હોય આ અંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, રાજકોટ જીલ્લા પંચાયત, આરોગ્ય વિભાગને જાણ કરેલ છે તેમજ કુવાના પાણીમાં TCL પાવડર નાખીને જંતુમુક્ત કરવા માટે જણાવેલ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૪૬ ઘરનો સર્વે કરવામાં આવેલ જેમાં ૨૬૦ જેટલી વસ્તી આવરી લેવામાં આવેલ છે. સર્વે દરમ્યાન અન્ય ૩ ઝાડા-ઉલ્ટીના કેસ જોવા મળેલ જેને સ્થળ પર જ સારવાર આપવામાં આવેલ છે. તેમજ ૧૦ ORS પેકેટ અને ૪૬૦ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જે વિસ્તારમાં કેસો મળી આવેલ છે ત્યાં સઘન સર્વે કરવામાં આવેલ છે. આરોગ્ય શાખાના ANM સ્ટાફ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા તથા સ્વસ્છતા રાખવા જમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ IEC પ્રવૃત્તિ કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર દ્વારા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકરે નહિ તે માટે મોનીટરીંગ કરવા સુચના આપવામાં આવેલ છે. વિસ્તારમાં પીવાનું પાણી ટેન્કર દ્વારા પુરૂ પાડવામાં આવતું હોય જેના બદલે અન્ય સોર્સના માધ્યમથી પીવાનું પાણી પૂરું પાડવા અંગે કન્સ્ટ્રકશન સાઈટના કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી. વિસ્તારમાં સાફ-સફાઈ માટેની કામગીરી કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*


