Gujarat

વડોદરામાં ખાનગી કંપનીના લાખો રૂપિયાની ઉચાપત કરનારો એકાઉન્ટન્ટ પોલીસના સકંજામાં આવ્યો

વડોદરા
વડોદરામાં ખાનગી કંપનીના લાખો રૂપિયાની ઉચાપત કરનારો એકાઉન્ટન્ટ પોલીસના સકંજામાં આવી ગયો છે. ખાનગી ફૂડ પ્રોડક્ટ કંપનીનું એકાઉન્ટ સંભાળતા અર્પિત માલાણી નામના એકાઉન્ટન્ટે કંપનીના ૬૯.૧૮ લાખ રૂપિયા પોતાના અને પત્ની મોનિકા માલાણીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. તેને હતું કે કોઈને ખબર નહીં પડે પરંતુ કંપનીના માલિકને આર્થિક ગોટાળાની શંકા જતાં ઓડિટ કરાવ્યું હતું. જેમાં ૬૯.૧૮ લાખ રૂપિયા એકાઉન્ટન્ટ અને તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર થયાનું જણાઈ આવતાં કંપનીના માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે એકાઉન્ટન્ટ અર્પિત માલાણીની ધરપકડ કરી છે.

Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *