Gujarat

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે એક મહત્વનું નિવેદન

અમદાવાદ
ભારત જાેડો યાત્રા ૨.૦ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા-૨ પોરબંદરથી શરૂ થશે. આગામી સમયે અધિકૃત કાર્યક્રમની જાહેરાત દિલ્લીથી કરવામાં આવશે. જાે કે, સિદ્ધાર્થ પટેલની જાહેરાત બાદ શક્તિસિંહે ગોહિલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, યાત્રા અંગેનો આખરી ર્નિણય દિલ્લીથી પાર્ટી દ્વારા કરાશે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ભારત જાેડો યાત્રાનો પ્રથમ તબક્કો ગત સપ્ટેમ્બરમાં શરૂ થયો હતો જેમાં ૧૨ રાજ્ય અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. ૧૩૦ દિવસ પછી આ યાત્રા કાશ્મીરમાં સમાપ્ત થઇ હતી. ભારત જાેડો યાત્રાને લોકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો. કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા પાર્ટ-૨ ગુજરાતમાંથી શરૂ થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા પાર્ટ-૨ ગુજરાતથી હરિયાણા સુધી યોજાઈ શકે છે. આ યાત્રા ગુજરાતના પોરબંદર અથવા અમદાવાદથી શરૂઆત કરવાની વિચારણા ચાલી રહી છે. રાજસ્થાન-મધ્ય પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ અંગેનો ર્નિણય લેવામાં આવી શકે છે. હાલમાં ભારત જાેડો યાત્રા માટે દિલ્હીમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. જાેકે હજુ સુધી ભારત જાેડો યાત્રાની તારીખ નક્કી થઇ નથી. ભારત જાેડો યાત્રા પાર્ટ ૨ શરૂ કરવા દિલ્હીમાં કાૅંગ્રેસના નેતાઓ મંથન કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારત જાેડો યાત્રા ગુજરાતથી હરિયાણા સુધી યોજાઈ શકે છે. રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા પાર્ટ ૨ની ગુજરાતથી શરૂઆત થઈ શકે છે. હાલમાં પોરબંદર કે અમદાવાદથી યાત્રાનો પ્રારંભ કરવા વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડની એવી પણ ગણતરી છે કે આગાામી દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેના પગલે નજીકના રાજ્ય ગુજરાતમાંથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવે. જેથી બધા જ રાજ્યોને આવરી લેવામાં આવે. આ પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રા યોજાઈ હતી. કોંગ્રેસ પક્ષના સૂત્રોનું કહેવું છે કે આ યાત્રા ૨ ઓક્ટોબરથી શરૂ થાય તેવી શક્યતા છે. આ સમગ્ર યાત્રાનો રૂટ લગભગ ૩,૪૦૦ થી ૩,૬૦૦ કિલોમીટર લાંબો હશે. આ યાત્રા રાજસ્થાનમાં લગભગ ૪૦૦ કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થઇ શકે છે. આ યાત્રાનો રૂટ ૧૦ લોકસભા અને લગભગ ૬૦ વિધાનસભા મતવિસ્તારોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે હાલમાં ભારત જાેડો યાત્રા પાર્ટ-૨ની તૈયારીઓ ચાલી રહી છે. તેની વિસ્તૃત માહિતી આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મળીને નક્કી કરશે કે યાત્રા ક્યારે શરૂ થશે, ક્યાં જશે અને કેટલા દિવસો સુધી ચાલશે. સૂત્રોનો દાવો છે કે આ યાત્રા ગુજરાતના પોરબંદર કે અમદાવાદથી શરૂ થશે. આ પછી યાત્રાનો રૂટ કેવો હોવો જાેઈએ તેના પર મંથન ચાલી રહ્યું છે. યાત્રાને પહેલા મધ્યપ્રદેશ અથવા રાજસ્થાનમાં પ્રવેશ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *